સવાલો અને જવાબો

મારા માટે લૉગ ઇન કરવાની સૌથી સુરક્ષિત રીત કઈ છે?

એવા ગૂગલ અકાઉન્ટથી સાઇન ઇન કરો કે જેમાં ટુ ફૅક્ટર ઑથેન્ટિકેશન ચાલુ હોય.

શું Hourglass મારા મંડળના ડેટાને સંગ્રહિત કરવા માટે ઑનલાઇન સ્ટોરેજ સેવાઓ (ડ્રૉપબૉક્સ, ગૂગલ ડ્રાઇવ, વનડ્રાઇવ, વગેરે) નો ઉપયોગ કરે છે?

ના, Hourglass તમારો ડેટા સ્ટોર કરવા માટે ઑનલાઈન સ્ટોરેજ સેવાઓનો ઉપયોગ કરતું નથી.

શું Hourglassના ડૅવલપર્સ અને મેઇન્ટેઇનર્સ યહોવાહના સાક્ષીઓ છે?

હા. Hourglass એવા ભાઈઓ દ્વારા બનાવવામાં આવી છે, જેઓ આધુનિક ટૅક્નોલૉજીનો ઉપયોગ કરીને તેમની સોંપણીઓની ખંતપૂર્વક કાળજી લેવા માગે છે.

Hourglassનો ઉપયોગ કરવા માટે કેટલો ખર્ચ થાય છે?

મંડળો માટે રચાયેલ કેટલાક કાર્યક્રમોથી વિપરીત, Hourglass નફા માટેના વ્યવસાય તરીકે ચલાવવામાં આવતું નથી.

Hourglassનો ઉપયોગ કરવા માટે કોઈ ચુકવણીની જરૂર નથી, પરંતુ તેને ઉપલબ્ધ કરાવવા માટે દર મહિને પૈસાનો ખર્ચ થાય છે. દાનની ખૂબ પ્રશંસા કરવામાં આવે છે.

શું હું Hourglassને બીજી ભાષામાં અનુવાદ કરવામાં મદદ કરી શકું?

જો તમે અનુવાદમાં મદદ કરવા માંગતા હો, તો કૃપા કરીને નીચેની માહિતીનો ઉપયોગ કરીને અમારો સંપર્ક કરો.